નયનથી નયન જુઓ
નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,
છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.
સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,
પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.
દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,
માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.
હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,
ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.
ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,
આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે.
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]
કોઇની પણ વાતમાં પડતો નથી,
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]
પૃથ્વી આ રમ્ય છે
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]
પુરુષની ખડતલ છાતીને
પુરુષની ખડતલ છાતીને પાણી પાણી કરતો તડકો
તળાવના પાણીની ઉપર ટુકડે ટુકડે તરતો તડકો
પૂરબ-પશ્ચિમ ગોળાકારે સંતાકૂકડી રમતો તડકો
વેકેશનમાં બેંચો પર થાકી સુસ્તાતો તડકો
ઝીણી ઝીણી બંધ આંખોની અંદર સંતાતો તડકો
વિધવાની આંખોની નીચે ઉમર બાળી નાંખતો તડકો
મજદૂરોના પરસેવા પર કાળો કાળો સરતો તડકો
સવારની ભીની મિટ્ટી પર પહેલું ઝાકળ પીતો તડકો
આગ વરસતી ગ્રીષ્મ ઋતુની લૂમાં થરથરતો તડકો
પત્તેપત્તે લીલાશ ઘૂંટતો જાદુગર જૂનો તડકો
બૂટની નીચે તરફડતા પતંગિયાની પાંખો તડકો
મનની ભીની આબહવામાં ધીરે ધીરે હાલતો તડકો...
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]
મુંબઇ -
મુંબઇ -
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…
ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…”
[link=http://orkut-scraps.themyspacebackgrounds.com/]Looking for more [green]cool scraps[/green]?[/link]